અમે જયારે નાના હતા ત્યારથી શ્રી મહાલક્ષ્મી માં ને ખુબ ભજતાં

 અમે જયારે નાના હતા ત્યારથી શ્રી મહાલક્ષ્મી માં ને ખુબ ભજતાં. 
એકાદશીના  દિવેસે,  સહ કુટુંબ સાથે, ઘરે હવન કરતા,
 અને આદ્ય શક્તિની આરતી કરતા. લગભગ ૨૫ - ૩૦ વર્ષો 
સુધી અમે મૂર્તિઓની પૂજા કરી. 
જયારે સમય મળે ત્યારે મંદિરે પણ જતા અને 
માનતા માનતા કે અમારું આ કામ ફરિભૂત થાય 
તો અમે મીઠાઈ, ફૂલ, અને નાળિયેર  ચઢાવશું.  

ઘણા પંડિતો અને બ્રાહ્મણો પાસે, મુસિબતો નો ઉકેલ શોધવા જતા. સહજમાં આવ્યા પછી, કુંડલિની જાગૃતિથી, અને શ્રી માતાજીના પ્રવચનો થી, અમને ખુબજ જ્ઞાન મળ્યું અને અમને નિર્વિચાર રહેવાની શક્તિ પણ મળી.

Savitri – young Canadian sahaja yogini enjoying the state of meditation just before the Celebratory event at Burlington Art Centre – 10 Years Halton Sahaja Yoga Meditation Anniversary

આપણી જે શારીરિક, માનસિક, તથા આર્થિક અસંતુલનતા છે, તે બધી આપણામાં રહેલા ચક્રના અસંતુલિત થવાથી થાય છે.

જયારે આપણામાં રહેલી કુંડલિની માની જાગૃતિ થાય અને આ બધા ચક્રો કલીઅર થાય, ત્યારે ધીરે ધીરે આપણામાં રહેલી ત્રણ નાડીઓ (ઈડા નાડી, સુશુમ્ણા નાડી, અને પિંગલા નાડી) સંતુલિત થતી જાય. આ સુંદર અનુભવ થી આપણામાં એક નવીન પ્રકારની ચેતનતા જાગે અને જીવન સુખમય અને શાંતિમય લાગે. આટલી સરળ વસ્તુનું જ્ઞાન અમને સહજ યોગમાં જ મળ્યું.

જયારે આપણામાં ૧૪ વર્ષો પહેલા એક સહાજા યોગા મેડિટેશન ની એડવેર્ટીસમેન્ટ (kijiji)જે ઓકવીલ (હોલટોન રીજીયન , ઓન્ટારીઓ) માં ઓફર થતા ક્લાસ ની પોસ્ટીંગ હતી. એ ક્લાસમાં જવા પછી, ધીરે ધીરે એક એક કરતા અમારું ફેમિલી સહાજા યોગા માં જોડાય ગયું. આ દરમિયાન અમે ઘણા લાભદાયી પરિવર્તન જોયા.

અમે એક બીજાથી આટલા દૂર હોવા છતાં પણ (Oakville, Montreal, Brampton),
ફોન પર સાથે મેડિટેશન કરીયે છીએ અને ઘરના પાંચ બાળકો, જે બાર વર્ષથી નાના છે, તેઓ પણ સાથે મેડિટેશન કરે છે. વાયબ્રેશન્સ ચેક કરી, પોતાના ચક્રો ક્લીઅર કરે છે. આટલી નાની ઉંબરથીજ જયારે આ બાળકો, ભૂમિ, જળ, આકાશ, વાયુ, તથા અગ્નિ તત્વ નું મહત્વ ઓળખી શકે તે એક ગર્વની વાત છે.
Canada Day celebrated at Sahaja Yoga Meditation Class in Burlington with a “hands-on” collective project (2009)

સહાજા યોગા – ‘સહ’ એટલે સાથે અને ‘જ’ એટલે જન્મ અને ‘યોગા’ એટલે જોડાણ. એટલે આપણું ઈશ્વર સાથે જોડાણ સરળ તાથી કરીઆપતી  શક્તિ, કુંડલિની માતા, જાગૃત થયીને, આપણને આધ્યાત્મિક જન્મ આપે છે.  આ જાગૃતિ પછી આપણા ડોષોનું આપણને જ્ઞાન થાય છે અને સાથે એમનો ઉપચાર પણ શીખવા મળે છે. જેથી આપણે અંધશ્રદ્ધા માં વિશ્વાશ રાખીયે નહી.

આ કોઈ આજનું જ્ઞાન નથી. ૧૪૦૦૦ વર્ષો પહેલા લખાયેલા નાડી ગ્રંથમાં સહાજ યોગ વિષેનું વર્ણન છે અને ગુજરાતી ગરબાઓમાં પણ આ શક્તિનું માહાત્મ્ય દર્શાવ્યું છે.
શ્રી માતાજીના અપાર પ્રેમને કારણે અમે આજે ખુબ સુરક્ષિત છીએ અને એક સુંદર જીવન જીવી રહયા છીએ. અમે એવીજ આશા રાખીયે છીએ કે આખા વિશ્વને આ પરમ ચૈતન્યનું જ્ઞાન મળે અને માનવમાં રહેલી અંધશ્રદ્ધા દૂર થાય. આ સહાજા યોગ ધ્યાનની રીત એકદમ સરળ છે.

જો તમને, ચક્ર, કુંડલિની, નાડી, વિષે કંઈપણ ના ખબર હોઈ તો પણ તમે જલદી શીખી શકો છો. નાના બાળક તથા વૃદ્ધ વ્યકિને પણ શિખાવી શકો છો. એટલે જરૂરથી ટ્રાઈ કરો. તમારા ઘરની નજીક સેન્ટરેમાં તપાસ કરો. આ યોગા દુનિયાના બધા દેશોમાં ફ્રી માં થાય છે.

 જો તમને, ચક્ર, કુંડલિની, નાડી, વિષે કંઈપણ ના ખબર હોઈ તો પણ તમે જલદી શીખી શકો છો. નાના બાળક તથા વૃદ્ધ વ્યકિને પણ શિખાવી શકો છો.  એટલે જરૂરથી ટ્રાઈ કરો. તમારા ઘરની નજીક સેન્ટરેમાં તપાસ કરો. આ યોગા દુનિયાના બધા દેશોમાં ફ્રી માં થાય છે.
 
આ website (www.free-meditation.ca) પર ઇંગલિશ માં ઓનલાઇન કલાસિસ પણ થાય છે તો તમે રેજિસ્ટર કરી શકો છો.
આપના આભારી,
તરુણા ગાંધી , મોન્ટ્રીયલ
કૃતિ ગાંધી, બ્રામ્પ્ટન
અંજલિ ગાંધી, ઓકવિલ

(CLICK!) Shri Mataji’s Bindi like Bright Golden Sun – Miracle Story & Gandhi Family’s relationship with Nature and Yoga

During a visit at Cabella in 2009 when Shri Mataji was living there, we noticed this amazing Rose that actually had 3 roses in 1 (like a trinity)

This Post Has 2 Comments

  1. Kruti

    I loved the way this whole article is composed. I remember writing this article with my mom and my sister and we had so much fun jotting down our journey. Some of the pictures posted here brings back amazing times we shared in Halton giving self-realizations in collectivity. So much laughter, joy, creativity, and collectivity at work! Luckily we are having the same fun with online meditations in these times of quarantine. I loved the picture of 3 roses together, they look so amazing. You can always use google translate to read our notes in Gujarati! Thank you for the wonderful post, as always.

  2. paula

    Kruti I had no idea till the end it was your words in Gujarati! But I felt such vibrations inside, goosebumps all over from the words spilling onto the screen and the images…just filled me up with such joy. Seeing all your familiar faces, loving hearts, such a family feeling. You are a talented dancer and wonderful person. How wonderful that your mom “mama Taruna” and you composed this beautiful text. I need not know the meaning of the words, the feeling it produces and the pics say it all. The words have meaning…they count…and they can be felt when the life force starts spilling over inside of me like a bliss. Thank You, this article made my day and you all look so beautiful!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.